ફતેપુરામાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી

0
137

સમગ્ર ભારત દેશમાં અત્યારે જૈન સમાજના પર્યુષણનો પર્વ ચાલીનરહ્યોં છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં પણ આ પર્વ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. અને તા.૧૯/૦૮/૨૦૨૦ ને બુધવારના રોજ આ પર્વ દરમિયાન જૈન સમાજના ભક્તો દેરાસરમાં એકઠા થઇ ભગવાન મહાવીર સ્વામિની પૂજા અર્ચના કરે છે અને આજ રોજ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ હોવાથી જૈન સમાજના ભાવિકો દ્વારા ભગવાન ને શણગારી પૂજા અર્ચના કરી અને ભગવાન મહાવીરની જન્મ જયંતી ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here