ફતેપુરામાં મહિલાઓ દ્વારા પોતાના પતિની લાંબી ઉંમર માટે વડલાની પૂજા અર્ચના કરવાનો ત્યૌહાર એટલે વડસાવિત્રીનું વ્રત

0
117

 PRAVIN KALAL –– FATEPURA  

દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુુકાના મુખ્ય મથક ફતેપુરામાં આજ રોજ તા.૧૭/૦૬/૨૦૧૯ નેે સોમવાારના રોજ વડ સાવિત્રીના વ્રતની પૂજા કરતી મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
આ વડસાવિત્રીનું વ્રત પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સંપતિ માટે કરે છે. આ દિવસે સ્ત્રીઓ આખો દિવસ ઉપવાસ રાખીને તરસ્યા રહી વડલાના ઝાડની બ્રાહ્મણ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવે છે અને આ વડલાના ઝાડની ફરતે સૂતરનો દોરાથી વડલાના ફેરા ફરે છે અને પોતાના પતિના લાંબા આયુષ્યની મનોકામના કરે છે. અને હૃદય માં સાચી શ્રદ્ધા રાખી વડલાની પૂજા અર્ચના કરી ભગવાનને રીઝવવાનું કાર્ય કરી ખુશી અનુભવે છે. અને આ વડસાવિત્રીનું વ્રત દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતભરમાં મહિલાઓ દ્વારા ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here