ફતેપુરામાં રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર થી લઈને લેબ ટેક્નિશિયન અને ફાર્મસીસ્ટની જગ્યા ૧૦ વર્ષથી ખાલી: તંત્ર ઘોર નીંદ્રામાં

0
560

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં સરકારે કરોડોનાં ખર્ચે આટલી મોટી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યુ છે તેમાં ડોક્ટર થી લઇ લેબ ટેક્નિશિયન, ફાર્માસીસ્ટ ની જગ્યાઓ ૧૦ વર્ષથી ખાલી છે, ડેન્ટિસ્ટનાં સાધનો ધુળો ખાય છે, જ્યારે અમુક ગામડાંઓની હોસ્પિટલ તો નાની છે છતા સ્ટાફ વધારે છે સ્ટાફને બેસવાની પણ જાગ્યા ઓછી પડે છે અને ત્યાં લેબ ટેક્નિશિયન પણ કાયમી ધોરણે બે-બે મુકવામાં આવ્યા છે અને ત્યાં ટી.બી. ગળફા તપાસ પણ થતી નથી અને તેઓ તેની તપાસ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા મોકલે છે ત્યાંરે ફ્તેપુરામાં લેબ ટેક્નિશિયનની જગ્યા ૧૦ વર્ષથી ખાલી છે. હાલ તે આઇ.સી.ટી. સી (I.C.T.C.) દ્વારા ચલાવવામાં આવે છે ફાર્માસીસ્ટની જગ્યા ૪ વર્ષથી ખાલી છે તેં પણ સિસ્ટરના ચાર્જમાં ચાલે છે ચાર ડોક્ટરની જગ્યા છે હાલ બે જ ડોક્ટર સર્વિસ આપે છે અને બે ડોક્ટરની જ્ગ્યા ખાલી છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રોજની ૨૫૦ થી ૩૦૦ ઓ.પી.ડી. થાય છે અને તેમાથી ૮૦ થી ૯૦ લેબ ટેસ્ટ હોય છે જયાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે ત્યાં હાંલ ૨૫ થી ૩૦ ઓ.પી.ડી. કેસો આવે છે અને લેબ ટેક્નિશિયનો બે-બે કાયમી છે તેમાં લેબ ટેસ્ટ વાળા ખાલી ૮ થી ૧૦ જ પેસન્ટ આવે છે. શું આ બાબતે સરકાર જાગશે ખરી કે પછી ઘોર નિદ્રામાં પાછલા ૧૦ વર્ષથી જેમ સુતી છે તેમ સુઈ જ રહેશે? આ બાબતનો કાયમી ઉકેલ દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી લાવશે ખરા? કે પછી જેમ ૧૦ વર્ષથી ફતેપુરની પ્રજા સામે આંખ આડા કાન કર્યા છે તેવી જ રીતે હાલમાં પણ ચાલશે? શું આનો ઉકેલ આવશે કે નહીં? તેવી લોક ચર્ચા ફતેપુરામાં જોરશોરથી ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here