ફતેપુરામાં “લીગલ સર્વિસ દિન” નિમિત્તે બાઇક રેલીનું કરવામાં આવ્યું આયોજન

0
67

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર લીગલ સર્વિસ અને પાન ઇન્ડિયા એવરનેસ પ્રોગ્રામ અંતર્ગત ‘લીગલ સર્વિસ દિન” નિમિત્તે ફતેપુરા કોર્ટ અને પોલીસ દ્વારા સંયુક્ત બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઈક રેલીમાં પ્રિન્સિપાલ સિવિલ જજ એ.એ. દવે તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ બાઇક રેલી સિવિલ કોર્ટથી નીકળી નગરના વિવિધ માર્ગોપર થી પસાર થઇ પોલીસ સ્ટેશને સમાપન કરવામાં આવ્યું હતું.

ફતેપુરા તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા “લીગલ સર્વિસ દિન” ઉજવણી નિમિત્તે આજે તા.૦૯/૧૧/૨૦૨૧ ને મંગળવારના રોજ ફતેપુરાના મારગાળા ગામ ખાતે ગ્રામ લોકો વચ્ચે એ.એ. દવે, ચેરમેન, ટી.એલ.એસ.એ.,ફતેપુરાનાઓ તથા ટીમના સભ્ય એ.એલ. પારગી તથા લીગલ આસિસ્ટન્ટ ડી. બી. સોલંકી તથા ચિરાગ પારગી અને PLV મૂકેશ ભાભોરનાઓ હાજર રહી લોકો વચ્ચે લીગલ સેવાઓની, POCSO Act, RTI Act, 73AA વિગેરે ની કાનૂની જાણકારી આપી હતી.

લીગલ સર્વિસ ડે ”પાન ઈન્ડિયા અવેરનેસ પ્રોગ્રામ” અંતર્ગત લીગલ સેવાઓના પ્રચાર અર્થે ટી.એલ.એસ.એ., ચેરમેન, એ.એ.દવે સાહેબના વડપણ હેઠળ વકીલ એ.એલ.પારગી તથા ફતેપુરા પોલીસ સ્ટાફ અને લીગલ આસિસ્ટન્ટ, ડી. બી. સોલંકી તથા ચિરાગ પારગી, વિગેરે વકીલ મંડળ ની ટીમ દ્વારા બાઇક રેલી ફતેપુરા ટાઉનના વિવિધ વિસ્તારો, મેઈન બઝાર, બસ સ્ટેશન, ફતેપુરા પોલીસ સ્ટેશન તથા કરોડીયા પુર્વ, વિગેરે સ્થળ પર થી પસાર થઈ હતી અને પેમ્પલેટ વિતરણ કરી કાનૂની સહાયક માહિતીની સમજણ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here