ફતેપુરામાં વગર ડિગ્રીના ડોક્ટર નો રાફડો: લોકોને છેતરી એન્ટિબાયોટીક દવા ગોળી આપી ઇંજેક્સનો આપી ખોટી રીતે બોટલો ચડાવી 500 થી 700 ગરીબો પાસે પડાવી લેતા હોય છે

0
446
pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)
PRAVIN KALAL – FATEPURA 
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા ખાતે જિલ્લા વિકાસ અધીકારી સુઝલ માયાત્રા અને જે.જે.પંડયાની સીધી સૂચના ના આધારે રોગચાળા નિયંત્રણ અધીકારી તેમજ D.H.O. એન. આર. ભોંકાણ અને પી.એમ.એ. દાહોદ દ્વારા ફતેપુરામા બોગસ ડોક્ટરની રેડ કરવામાં આવી હતી ગામમાં ડોક્ટરોને જાણ થઇ જતા દવાખાના બંધ કરીને જતા રહ્યા હતા પરંતુ ફતેપુરામા એન્ટ્રી કરતા પહેલા જ આવતા દવાખાનામા ડોક્ટર ઝડપાઇ ગયા હતા રેડ દરમ્યાન એસ.આઇ.દાવડા પાસે થી 18400 અને સુનિલ કુરવા ડિસવાસ પાસે થી 16879 આમ આ બંને પાસે થી દવાઓ,  ટ્યૂબ, ઇંજેક્સનો, એન્ટી બાયોટિક દવા-ગોળીઓ ઉપર મુજબ રૂપિયાની મળી આવેલ હતી તે બાબતે અધીકારીએ કેસ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે navi 2images(2)
ફતેપુરા માં વગર ડિગ્રીના ડોક્ટર નો રાફડો છે જો તંત્ર આ બાબતમાં જો ધ્યાન દોરે અને નિસ્વાર્થ ભાવે જો તાપસ કરી રેડ કરે તો લોકો ને છેતરી એન્ટિબાયોટીક દવા ગોળી આપી ઇંજેક્સનો આપી ખોટી રીતે બોટલો ચડાવી 500 થી 700 ગરીબો પાસે પડાવી લેતા હોય છે અને કહે છે કે સારામાં ની દવા કરવી છે કે જો તારા પાસે રૂપિયા વધારે હોય તો સારી દવા કરી  આપું એટલે જલ્દી મટી જશે આવી રીતે ગરીબો ને છેત્રી ને રૂપિયા પડાવી લે છે .અમુક ડો.તો.પેંનેસિલિન નો પણ ઉપયોગ કરે છે.
જયારે પણ ફતેપુમા ડોક્ટર ની રેડ થાય તયારે આ બંને ડોક્ટર જ પકડાયા છે તેવું કેમ એમાં પણ એક બંદ કવર નો ખેલ જ હોય તેવું લાગે છે ઉપલા અધીકરી શ્રી આ બાબતે ટપાસ કરી યોગ્ય કાર્ય વાહી કરે તેવી ગ્રામ્ય જાણતા ની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here