દાહોદના ફતેપુરામાં વધુ ભાવ લેવાના આક્ષેપમાં જિલ્લા કલેકટરની સૂચનાથી ચાર દુકાનો સીલ કરવામાં આવી હતી તે ફરીથી ખોલવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં કરિયાણાના વેપારીઓ દ્વારા વધુ ભાવ લેવાય છે તે બાબતની જાણ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને થઈ હતી તે બાબતે તપાસ કરતા જિલ્લા કલેકટરના હુકમથી ફતેપુરાની ચાર દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. તે અનુસંધાનમાં ગઈ કાલ તા.૧૮/૦૬/૨૦૨૦ ના રોજ તોલમાપ અધિક્ષક અને મામલતદાર દ્વારા દંડનીય કાર્યવાહી કરી ચાર દુકાનોને ₹. ૨૦૦૦/- લેખે કુલ ₹. ૮૦૦૦/- નો દંડ ફટકાર્યો હતો અને મામલતદાર દ્વારા કડકમાં કડક સૂચના આપી હતી કે નિયમ મુજબ ભાવ લેશો અને ગ્રાહકોને છેતરી વધુ ભાવ લેવા નહીં તેવી સૂચના આપવામાં આવેલ. જો વધુ ભાવ લેશો તો વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી અને તેઓની દુકાનોના સીલ ખોલી આપવામાં આવ્યા હતા અને તે વેપારીઓએ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માની દુકાનો ફરીથી ખોલી હતી.
