ફતેપુરામાં હોળી – ધૂળેટીની ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી

0
193

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી અને તેના બીજા દિવસે ધુલેટીના તહેવારને લઈને સમગ્ર ફતેપુરા નગરમાં મહિલાઓ અને બાળકો દ્વારા ધુળેટી રમવામાં આવી હતી. આ ધુળેટીના પર્વમાં મહિલાઓએ ખુશીમાં તરબોળ બની એકબીજાને કલર અને ગુલાલ દ્વારા પોતાની સહેલીઓને ઘરોમાંથી બોલાવી બોલાવીને રંગ નાખી ધુળેટી તહેવાર મનાવ્યો હતો. આ પર્વમાં બાળકો પણ સામેલ થયા હતા અને થોડી વારમાં જ વાતાવરણમાં હસીખુશી અને રંગોથી રંગીન થઈ ગયું હતું. લોકો પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના અલગ-અલગ જાતના રંગો અને ગુલાલ થી ધુળેટીનો પર્વ મનાવ્યો હતો અને મઝા માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here