ફતેપુરામા પંચાયત દ્રારા પીવાનુ ગંદુ પાણી  અપાતા  રહિશોમા આક્રોશ 

0
725

sabir bhabhorlogo-newstok-272-150x53(1)Sabir Bhabhor  Fatepura

દાહોદ જીલ્લાના ફ્તેપુરા તાલુકાના મુખ્ય મથકે ઉનાળો શરુ થતાની સાથે જ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે ગ્રામ પંચાયત દ્રારા નળ લાઇન મારફતે પાંચ-છ દિવસે એક્વાર પાણી આપવામા આવે છે. પાણી ની તંગીના લીધે લોકો ને પૈસા ખર્ચ કરી ને ટેંન્કર દ્રારા પાણી લેવુ પડ્તુ હોય છે. આવા કપરા સમયમા શનિવારના રોજ  પંચાયત દ્રારા છોડવામા આવેલ પાણી ખૂબ જ ગંદુ તેમજ જીવાત વાળુ આવતા આ પાણી પીવાના કે અન્ય કોઇ પણ ઉપયોગમા ના લેવાય તેવું પાણી આપતા રહિશોમા ભારે આક્રોશ ફેલાયો હતો. અને પંચાયત દ્રારા એક-બે દિવસ ના અંતરે ચોખ્ખુ પાણી આપવામા આવે તેવી ઉગ્ર માંગ ઉથવા પામી છે.

મોટ્ટા મોટ્ટા બણગા ફૂકતા નેતા અને અધિકારીઓ જો લોકો ને ત્રણ ચાર દિવસે એક વાર ચોક્ખું પીવા નું પાનની ના આપી શકતા હોય તો એકવીસમી સદી ની વાતો કરતા આ રાજનેતાઓ અને સુસાસન ની વાત કરનાર આ અધિકારીઓ એ શરમથી ડૂબી મરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here