ફતેપુરામા પાછલા પ્લોટ, તળાવ ફળિયામાં ગટરો અને ગંદકીની સમસ્યાનો નિકાલ ન આવેતો રહિશો દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી: કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, સરપંચ અને મામલતદારને આવેદન આપ્યું  

0
419
sabir bhabhorSABIR BHABHOR FATEPURA
pravin-kalal-fatepuraPRAVIN KALAL FATEPURA

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમા ગુજરાત સરકાર દ્વારા ભુગર્ભ ગટર યોજના અંતર્ગત પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર બનાવવામા આવેલ છે અને તેના માટે થોડે થોડે દૂર ગટરના પાણીના નિકાલ માટે ચેમ્બરો બનાવવામાં આવી છે પરંતુ ગટરોની આજદિન સુધી સાફ-સફાઈ કરવમાં આવી નથી અને તેના અભાવે નગરમા ઠેર ઠેર ગટરો ઉભરાતા ગંદકીનુ સામ્રાજય ફેલાતા કાદવ-કીચડ અને તેની દુર્ગંધના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ રોગચાળો ફાટી નીકાળવાની પણ શકયતા રહેલી છે. આ અંગે અવાર નવાર સરપંચ, તલાટીને રજુઆત કરવા છતા કોઈ પગલા લેવાતા આ મુદ્દે આજરોજ નગરના પાછલા પ્લોટ વિસ્તારના રહિશોએ ગટરની સાફ-સફાઈ કરાવી ગંદુ પાણી રસ્તા ઉપર આવે નહિ તે માટે નક્કર પગલા લેવા માટે ફતેપુરા મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું જેમા તાત્કાલીક  કાર્યવાહી નહિ થાય તો  તા.૨૬/૦૯/૨૦૧૬ થી અચોક્ક્સ મુદ્દત સુધી મામલતદાર કચેરી આગળ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here