ફતેપુરામા મુસ્લીમ સમાજ  દ્રારા  ઈજતેમા ની તડામાર  તૈયારી

0
369

sabir bhabhor logo-newstok-272-150x53(1)Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે ચાલુ વર્ષે  ૧૨-૧૩-૧૪ એપ્રીલ એમ ત્રણ દિવસ ના ઈજતેમા નુ આયોજન કરવામા આવતા છેલ્લા ૧૫ દિવસ થી ફતેપુરા-ઝાલોદ-સુખસર-સંજેલી તથા અન્ય આજુબાજુ ના ગામ માથી મુસ્લીમ સમાજ ના નવ યુવાનો તૈયારી મા વ્યસ્ત થઈ  રાત દિવસ ઈજતેમા ની તૈયારી મા લાગી ગયા છે. દાહોદ-પંચમહાલ-મહીસાગાર તથા અન્ય જીલ્લા મા થી આશરે ૪૦,૦૦૦ ઉપરાંત લોકો આવવાની શક્યતા  રહેલી છે  આ તમામ ની રહેવા તથા જમવાની સગવડ સાથે તૈયારી કરવામા આવી રહી છે. આ ઈજતેમા મા આશરે 100 ઉપરાંત નિકાહ થશે. ઈજતેમા ના ત્રણ દિવસ દરમિયાન આવનાર તમામ  ને કોઈપણ જાતની અગવડ ના પડે તે રીતે આયોજન પૂર્વક કામગીરી કરવામા આવી રહી છે તેમજ નગર મા ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે માટે નગર મા પ્રવેશ ની સાથે જ પાર્કીંગ તરફ વાહનો વાળી દેવામા આવશે. ટ્રાફીક તેમજ પાર્કીગ વ્યવસ્થા ને પહોચી વળવા આશરે 50 ઉપરાંત યુવાનો કાર્યરત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here