દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે રોહિતદાસજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી ના ભાગરુપે ફતેપુરા રોહિત સમાજ યુવક મંડળ દ્રારા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ફતેપુરા ના રોહિત સમાજ ના લોકો મોટી સંખ્યા મા ઉત્સાહભેર જોડાયા હતા. બેન્ડવાજા સાથે બલૈયારોડ પર આવેલ દશામા ના મંદિરે થી શોભાયાત્રા નીકળી નગરના વિવિધ વિસ્તાર મા ફરી પરત દશામા ના મંદિરે સમાપન કરવામા આવ્યુ હતુ.
