ફતેપુરા આઈ.કે. દેસાઈ સ્કુલમાં ફતેપુરા કોર્ટના પ્રિન્સિપલ જજ દ્વારા શિક્ષણ અધિકાર વિશે શિબિરનું આયોજન કરવામાં આવ્યું

0
292

 

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા આઈ. કે. દેસાઇ સ્કૂલમાં ફતેપુરા કોર્ટના પ્રિન્સિપલ જજ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં શિક્ષણના અધિકાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમાં ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ શરદભાઈ ઉપાધ્યાય, ચંદ્રસિંહ પારગી, સબીરભાઈ સુનેલવાલ, પ્યારેલાલ કલાલ, અમુલભાઈ  બદામીલાલ શાહ, પંકજભાઈ શાહ, એ.સી.પંચાલ તેમજ સ્કૂલના આચાર્ય તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાઇટ ટુ એજ્યુકેશન બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્કૂલમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે બાળકોને શિક્ષકો મારીના સખે અંગૂઠા પકડાવી ના શકે તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલના ફી ના નવા નિયમો તેમજ આજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ જરૂરી છે અને વધુમાં પ્રિન્સિપલ જજ સાહેબે આ બધી બાબતોની વિસ્તૃત જાણકારી આપી આપી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શરદભાઈ ઉપાધ્યાયે કરેલું હતું. સ્વાગત પ્રવચન હેમંતભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here