ફતેપુરા ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખી બુટલેગરે પત્રકાર ઉપર હુમલો કરતાં પોલીસ ફરિયાદ

0
847

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL – FATEPURA

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં દારૂની બાતમી આપવા બાબતે સ્થાનિક પત્રકારે પોલીસને જાણ કરી છે તેવો ખોટો આક્ષેપ કરી પત્રકાર ઉપર ભાડાના ગુંડા બોલાવી મારામારી કરી લૂંટના ઈરાદે ઘસી આવી અને ખૂબ માર માર્યો ત્યારે તેમણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો જાગી ત્યાં આવી જતા આવેલ ગુંડાઓ નાસી ગયા હતા.
ફતેપુરામાં પાછલા પ્લોટમાં રહેતા પત્રકાર પ્રવીણભાઈ કલાલનાં મકાનની પાસે રહેતા દારૂના બુટલેગર જીગ્નેશ કલાલને ત્યાં પોલીસ રેડ કરતા દારૂ પકડાયો હતો આ બાબતે પત્રકારે દારૂ પકડાવ્યો છે તેમ ખોટું કહી બુટલેગરે ભાડેથી ગુંડા બોલાવી પત્રકાર પ્રવીણભાઈ કલાલને કહ્યું કે મારે તમારું કામ છે તમો દરવાજો ખોલો તેમ ખોટું કહી દરવાજો ખોલાવ્યો અને દૂર ઉભા રાખેલા તેના માણસોને બોલાવી લીધા અને પત્રકારને અને તેમના છોકરા એમ બંને જણને ઢોર માર મારી  પત્રકાર પ્રવીણભાઈ કલાકના ગાળામાં પહેરેલી સોનાની ચેન અને રૂપિયા પાંચસો લૂંટી લીધા હતા. તે દરમ્યાન પ્રવીણભાઈ અને તેમના પુત્રએ બૂમાબૂમ કરી અવાજ કરતાં ફળીયાના લોકો જાગી જઈ પ્રવીણભાઈ અને તેમના પુત્ર પાસે આવી જતાં તે ગુંડાતત્વો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ બાબતે પત્રકાર પ્રવીણભાઈ કલાકે જ્યારે પોલીસ સ્ટેશને આ બાબતની ફરિયાદ કરી તો પોલીસે ફક્ત દારૂ પકડાયાની ફરિયાદ લખેલી પરંતુ પત્રકાર અને તેમના પુત્રને માર્યો તે બાબતે કાલાવાલા કરી  તેમણે આવતી કાલે આવવા જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here