ફતેપુરા ઝાલોદ ચોકડી પર નડતાં કેબીનો દબાણની ગ્રામપંચાયતની નોટીસનો અનાદર કરી દબાણ કેબીનો ના હટાવાતા પોલીસ પાર્ટી, મામલતદાર સાથે હટાવાયા

0
496

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)

ફતેપુરમાં ટ્રાફિક સમસ્યાનો અંત નથી ઝાલોદ રોડ ચોકડી ઉપર હાથલારી , ફેરિયા, ચાની ગાડીઓ, પાન ના ગલ્લા વિગેરેથી ભરચક આજુબાજુ મુક્તા ટ્રાફિક વારંવાર કલાકો સુધી અટવાતા ગ્રામ પંચાત દ્વારા નોટિશ પાઠવી જણાવવામાં આવ્યુ હતું પરંતુ તેમાં પોતાનો ઇગો પાવર વાપરી ખુલ્લી ના પડતાં મામલતદાર, એ.ડી.ફેરા, ટી.ડી.ઓ., ગ્રામ પચાયત સભ્યો તથા પી.એસ.આઈ. બી.એમ.રાઠવા તેમસ્ટાફના માણસોએ મળીને દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને ફતેપુરા જૂના બસ સ્ટેશન પર પણ આજ રીતે દબાણ કરવામાં આવ્યું છે. ફતેપુરા બજારમાં ગ્રામજનો દ્વારા ઓટલાઓ વધારે બહાર કાઢીને દબાણ કરેલ છે તેની જાણ એચએએલ કરવામાં આવી છે અને ટે પણ વહેલી તકે દબાણ દૂર કરી ટ્રાફિકની સમસ્યા કાયમી દૂર કરીશું તેવું ગ્રામ પંચાયત, ટી.ડી.ઓ. અને મામલતદારે જણાવ્યુ હતું. આ દબાણ બાબતે વહેલી તકે એક્શન લેવામાં આવે તેવું નાના વેપારીઓનું કહેવું છે. આમાં કોઈ ભેદભાવ થવો જોઇયે નહીં તેવી લોક ચર્ચાઓ જણાઈ રહેલ છે. આ કામગીરી ખરેખર દરેકના હિતમાં છે અને દરેકે સહયોગ કરી અને આગળ ધપાવી અધિકારીઓને મદદ કરી સાથ સહકાર આપીસું તેવી પણ ગ્રામજનોમાં ચર્ચાઓ થઈ રહેલ છે.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here