ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને ફટકારી નોટિસ

0
96

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કાળીયા વંલુડા ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન ઉપર દબાણ થતું હતું તે પૈકી નોટિસ બજાવી કામગીરી બંધ કરાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા કાળીયા વલુંડા ગ્રામ
પંચાયતમાં સરકારી જમીન આવેલી છે ત્યાં કૂવો પણ સરકારી આવેલ હતો. રાતોરાત આ કુવો પુરી તેના ઉપર મકાનનું બાંધકામ ચાલુ કરી દીધું હતું. જેથી ગ્રામ પંચાયતને જાણ થતાં પારગી વિક્રમભાઈને નોટિસ બજાવી હતી અને કામગીરી બંધ કરાવાઇ હતી.

ફાટકારેલ નોટિસ નીચે પ્રમાણે છે.: 

વધુમાં ફતેપુરામાં પણ આવી રીતે અનેક દબાણ થઇ રહેલ છે અને તેનો અંત પણ આવતો નથી. ગામલોકોના જણાવ્યા મુજબ બહુમાળી બિલ્ડિંગો અને તળાવ પણ દબાણ થઈ ગયેલ છે અને ખોટે ખોટી માપણી કરાવવામાં આવે છે અને મામલો સગેવગે કરી દેવામાં આવે છે. આ બધું વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતની મરજીથી થઈ રહ્યું છે. તેવા ગામલોકોના આક્ષેપ છે.  તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓ રસ લેશે ખરા તેવી ચર્ચાઓ મધ્યમ વર્ગના લોકો દ્વારા કરવામાં આવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here