ફતેપુરા તાલુકાના ચરોળી ગામેથી પાસ પરમીટ વગરના ₹. ૫૧૨૪૦/- ના ઇંગ્લિશ દારૂ સહિત બે વ્યક્તિઓને ઝડપી પાડવામાં ફતેપુરા પોલીસને મળેલ સફળતા

0
265

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા અને તેઓનાઓ જરૂરી ગામે આવતા પી.એસ.આઈ. બરંડા તેમજ કોસ્ટેબલ વિનુજી મેરુજીનાઓએ ખાનગી રહે બાતમીની હકીકત મળેલ કે એક હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ RJ – 03 ST – 7210 ઉપર બે માણસો દારૂ લઇ રાજસ્થાન તરફથી ચરોળી ગામ તરફ આવવાના રવાના થયેલ છે. તે બાતમીના આધારે પંચના માણસો સાથે રાખી ફતેપુરા પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હકીકતની સમજ પૂર્વક ચરોળી ગામે વોચમાં ઊભા હતા ત્યારે તે જ વર્ણનવાળી મોટરસાયકલ આવતા હોવાનું જણાતા તેને ઉભી રખાવી અને બંને ઈસમો વચ્ચે એક વિમલનો થેલો મુકેલ હતો. જે થેલાને નીચે ઉતારી પંચો રૂબરૂ ખોલી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પંચો રૂબરૂ મોટરસાયકલ ચલાવનાર ઈસમનું નામ પૂછતા અમરતભાઇ વલમાંભાઈ ગરાસીયા રહે. ભોગાપુરા અને પાછળ બેઠેલાનું નામ સુક્રમભાઈ બચુભાઈ ગરાસીયા રહે. ભોગાપુરા બંને રાજસ્થાનના જણાવેલ છે. પોલીસે પંચો રૂબરૂ વિમાલનો થેલો ખોલી જેમાં રોયલ સ્ટેજ વ્હિસ્કી 180ml 96 કવોટર મળી આવેલ અને મેકડોવેેેલ નંબર વન વ્હિસ્કી 180ml ના 60 નંગ મળી આવેલા આમ આમ બંને કવાટરો ટોટલ મળી 156 નંગ છે અને તેઓની ટોટલ કિંમત ₹. 26280/- નો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને મોટર સાયકલની કિંમત ₹. 25 હજાર ગણી ટોટલ મુદ્દામાલ ₹. 51280/- આમ બિનઅધિકૃત રીતે મુદ્દામાલનો જથ્થો સાથે રાખી વગર પાસ પરમીટે આધાર પુરાવા વગર પકડાઈ જઈ ગુનો કરેલ છે. તેઓના વિરૂદ્ધ પોલીસે પ્રોહી એકટ હેેેઠળ ગુનો નોંધી મુદ્દામાલ કબજે કરી પંચનામું કરી બંને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here