ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ અભિયાન, લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

0
48

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણથી સાવચેતી માટે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિનું અગત્યનું કામ સધનતાથી થઇ રહ્યું છે. ફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ ત્યાં કોરોના સામે બચાવ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી ટી.જે. અમલીયાર જણાવે છે કે, ડુંગર ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. તેમ છતાં ગ્રામજનો કોરોના સામે સાવચેતીના તમામ પગલાનું પાલન કરે એ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામનાં આગેવાનો અને સામાન્ય જનોને માસ્ક, સેનિટાઇઝર કે સાબુનો ઉપયોગ કરવા બાબત ઉપરાંત સામાજિક અંતર જાળવવા સમજ આપવામાં આવી રહી છે. સાથે બિનજરૂરી મુસાફરી ન કરવા પણ જણાવવામાં આવે છે.
વધૂમાં તેઓ જણાવે છે કે, માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરીને લોકોને માસ્કનો અવશ્ય ઉપયોગ કરવા જણાવાય છે. આ માટે ગામના આગેવાનો સાથે જનજાગૃતિ સભા પણ યોજવામાં આવી રહી છે. ફતેપુરામાં ગામે ગામ કોરોના સામે જનજાગૃતિ અભિયાનમાં મામલતદાર, તલાટી, મેડીકલ ઓફીસર, પોલીસકર્મીઓ સહયોગ આપી રહ્યાં છે. લોકોને કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરત કોરોના ટેસ્ટ કરાવા પણ સમજ અપાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here