ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમા માણસા – પાટવેલ બસ નાઇટ પાટવેલમાં રોકાય છે : રાત્રી દરમિયાન કોઈ ચોર લોકોએ ટિકિટ કાપવાનુ મશીન અને સિલકની કરી ચોરી

0
742

 PRAVIN KALAL –– FATEPURA 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમા માણસા – પાટવેલ બસ નાઇટ પાટવેલમાં રોકાય છે તેમાં રાત્રી દરમિયાન કોઈ ચોર લોકોએ ટિકિટ કાપવાનુ મશીન અને સિલકની ચોરી કરી હતી. પોલીસ ચોપડે નોંધાયેલ ગુના મુજબ માણસા – પાટવેલ બસ નંબર  GJ – 18 Z – 5664 પાટવેલ ગામમાં નાઈટ કરે છે અને તે રોડની બાજુમાં સાઈડમાં પાર્ક કરેલી હતી. ડ્રાઇવર કંડક્ટર રાત્રી દરમિયાન જમીને ઊંઘી ગયેલા હતા. અને ડ્રાઈવરનો મોબાઇલ પણ પાસેની સીટ ઉપર મૂકેલો હતો રાત્રી દરમિયાન આ બંને જણા ઊંઘી જતા કોઈ ચોર લોકોએ કંડકટરે ડીકીમાં મુકેલ ટિકિટ કાપવાનું મશીન અને પોતે જે ટ્રીપ મારી હતી તે ટ્રીપની સિલક અંદાજે ₹.૬૦૦૦/- અને ટિકિટ કાપવાના મશીનના અંદાજે ₹.૪૦૦૦/- તથા ડ્રાઇવર જે સીટ ઉપર સૂતો હતો તેની બાજુની સીટમાં મુકેલ સેમસંગ મોબાઇલની કિંમત ₹.૫૦૦/- કુલ મળી ₹.૧૦,૫૦૦/- ની ચોરી કોઈ અજાણ્યા ચોર લોકો ચોરી કરી ગયા છે. અને તે બાબતની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ ત્યારે વધુ તપાસ અર્થે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here