ફતેપુરા તાલુકાના સલારા ગામે યુવક અને યુવતીની લાશ મળી : પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઇ

0
936

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલારા ગામમાં એક ૨૦ વર્ષના યુવક અને ૧૪ વર્ષની યુવતીની લાશ મળી આવી.

ફતેપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ C.R.P.C. કલમ ૧૭૪ મુજબ પોલીસ સ્ટેશનના ચોપડે લખાણ આપનાર શૈલેન્દ્ર અમરાભાઇ બારીયા રહે. બારીયાની હાથોડ  કે જેે મરણ જનાર સિદ્ધિબેન બારીયા રહે. બારીયાની હાથોડ  ઉં. વ. ૧૪ ના પિતા છે. અને છોકરો રાહુલ ગિરીશ નીનામા ઉં. વ. ૨૦ કે જે સલારા ગામનો વતની છે. આ બંનેની લાશ સલારા ગામની સીમમાંથી સવારના મળેલ હતી.

આજ રોજ તા.૧૬/૦૧/૨૦૧૯ બુધવારના રોજ હું થાંદલા (મધ્ય પ્રદેશ) ખાતે મજૂરી કામ માટે ગયેલ હતા અને  ત્યારે  સવારના આશરે સાડા નવ વાગ્યાના સુમારે મારા ઉપર મારા સાઢુ સુરેશભાઈ મકનભાઈ જાતે બરજોડ કે જે  લેલાવા ગામ ના રહેવાસી છે  તેમનો ફોન આવેલો કે સલારા ગામમાં રોડની બાજુમાં આપણી છોકરી  રિદ્ધિ અને સલારા ગામનો છોકરો રાહુલ મગન નીનામા આ બંને મરણ ગયેલ હાલતમાં પડેલ છે.  અને તેની જાણ ફતેપુરા પોલીસને કરી દીધેલ છે. શાળામાં  ઉતરાયણની રજા પડેલ હોવાથી રિદ્ધિ નેલસુર ગામે તેના મામાને ત્યાં મોકલેલી અને ત્યાંથી ઘરે મુકી ગયેલા. તા.૧૪/૦૧/૨૦૧૯ ના રોજ હું, રિદ્ધિ અને મારો પુત્ર સિદ્ધરાજ સલારા ગામે ઉત્તરાયણ કરવા ગયેલા અને ઉત્તરાયણ મનાવી સાંજે ઘરે પરત આવેલા. સવારના મારા પિતાજી અમરાભાઇ કલા બારીયાએ બલૈયા ક્રોસિંગ જઈ દાહોદની બસમાં બેસાડેલાની વાત કરેલ. આ બાબતની જાણ થતાં જ આશરે બે એક વાગ્યે હું અને મારા પરિવારના માણસો સરકારી દવાખાને ગયેલા અને ત્યાં જઈ જોતા બન્ને લાશોના ગળાના ભાગે દોરડા નું નિશાન જણાઇ આવેલ. આ બંને જણા કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ મરણ ગયેલ છે. અને કોઈ બીજું કારણ નથી અને હાલ મને કોઈ શક કે વહેમ નથી આની તપાસ થવા મારી કાયદેસરની જાહેરાત છે. આ બાબતે  વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here