ફતેપુરા તાલુકાની ઝેર પ્રાથમિક શાળાના શિક્ષકની લાંબી રજા ને લીધે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકને ફરજ મોફુક કર્યા

0
71

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝેર ગામમાં ઘણા વર્ષોથી ગેરહાજર રહેતા શિક્ષકને ફરજ મોકુફ કરાયા. ફતેપુરા તાલુકાની ઝેર પ્રાથમિક શાળાના શિક્ષકને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ મોફુક કર્યા. શિક્ષક સચિન શાહ છેલ્લા ઘણા વર્ષોથી શાળામા ગેરહાજર રહેતા હતા. સ્થાનિક ગ્રામજનોએ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખને ઝેર પ્રાથમિક શાળાના શિક્ષકની લેખિતમાં ફરિયાદ કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યુ હતુ. જીલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે રજુઆતને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. તપાસમા શિક્ષક સચિન શાહ કસુરવાર ઠરતા ફરજ મોફુક કરાયા. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકને ફરજ મોફુક કરતા ગુલ્લીબાજ શિક્ષકોમા ફફડાટ ફેલાયો. અને તેઓએ કહ્યું હતું કે જે શિક્ષક પોતાની ફરજ પ્રત્યે વફાદાર ન હોય તેને ફરજ મોકૂફ જ કરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here