ફતેપુરા  તાલુકા કક્ષા ના ૭૦ મા સ્વાતંત્રદિન ની ઉજવણી ઘુઘસ પ્રા.શાળા મા કરવામા આવી  -ઘુઘસ ગ્રામ પંચાયત ને પાંચ લાખા નો ચેક અર્પણ કરવામા આવ્યો

0
537

sabir bhabhor
logo-newstok-272-150x53(1)

 SABIR BHABHOR FATEPURA rastradhwaj 1navi 2images(2)
               દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના  તાલુકા કક્ષાના સ્વાતંત્રદિન ની ઉજવણી ઘુઘસ પ્રાથમિક શાળા મા રાખવામા આવી હ્તી. જેમા ફતેપુરા મામલતદાર શ્રી એ.ડી.ફેરા ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે  દાહોદ જીલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ આમલીયાર, પ્રફુલભાઈ ડામોર, સરપંચ તાલુકા સભ્યો,, ફતેપુરા પો.સ્ટે. ના પો.સ.ઈ. બી.એમ.રાઠવા તેમજ પોલીસ જવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.મામલતદારના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ. મામલતદાર એ ઉપસ્થિત જનમેદની ને સંબોધી હતી, ત્યારબાદ મહેમાનો નુ પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામા આવ્યુ હતુ અને ઘુઘસ ગામ ના વિકાસકામ માટે રૂપિયા પાંચ લાખનો ચેક  મામલતદારના હસ્તે ઘુઘસ ગ્રામ પંચાયતના સરપંચ ને આપવામા આવ્યો હતો. શાળાની બાલીકા ઓ દ્રારા સ્વાગત ગીત, નાટક સહિતના સાંસ્ક્રૃકતિક કાર્યક્રમો રજુ કરવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here