ફતેપુરા તાલુકા કુમાર શાળામાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે બાળકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

0
258

 

 

ફતેપુરા તાલુકા કુમારશાળામાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામના અગ્રણીઓ શિક્ષકો અને બાળકો જોડાયા હતા. બાળકો દ્વારા ગાંધીજી વિશે અને સફાઈ વિશે નગરમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી બાળકોને ગાંધીજીની કવિતા કરવામાં આવી હતી અને ગાંધીજીના વિચારો તેમજ તેઓના વિશેષ વાતોની ચર્ચાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્ય વિચારો તેઓએ જ્યાં જ્યાં રહીને કાર્યો કર્યા કે નાના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી પ્રેરણાદાયી બની રહે છે તે વિશે વકૃત્વ સ્પર્ધા અને સફાઈ અભિયાન વિષે ચર્ચાઓ કરવામાં આવી તેમજ ગાંધીજી અને તેઓના કાર્યકાળ દરમિયાન ના વિચારોની સંપૂર્ણ શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવી હતી તેમજ બાળકોને પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here