ફતેપુરા તાલુકા કુમાર શાળામાં સામાજીક વનીકરણ વિભાગ અને વિસ્તરણ રેન્જ ફતેપુરા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

0
169

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરની તાલુકા કુમાર શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી સામાજિક વનીકરણ દાહોદ વિભાગ અને વિસ્તરણ રેન્જ ફતેપુરા દ્વારા કરવામાં આવી હતી. તેમાં આર.એફ.ઓ. સાહેબ અને જંગલ ખાતાના અધિકારી તેમજ બીટ ગાર્ડ સ્પર્ધામાં સાથે રહી બાળકો દ્વારા યોજના સફળ બનાવવા માટે બાળકોને જંગલી પ્રાણીઓની સમજાણો આપવામાં આવી હતી અને વનવિભાગ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજી હતી તેમાં બાળકોને સારા ચિત્ર અને સ્પર્ધામાં જાગૃત વિદ્યાર્થીઓને ઈનામ જાહેરાત કરવામાં આવી હતી ઇનામમાં ₹.૫૧/- થી લઇ ₹. ૧૫૧/- ના ઈનામો આપવામાં આવ્યા હતા . પ્રથમ નંબરે આવેલ ધોરણ ૮ ના વિદ્યાર્થી હરીજન મનોજભાઈ રમણભાઈને ₹.૧૫૧/-  નું ઇનામ આપવામાં આવ્યું હતું. ધોરણ – ૭નો વિદ્યાર્થી ચમાર પિયુષભાઈ ભરતભાઈ દ્વિતીય નંબરે ₹. ૧૦૧/-  ઇનામ આપવામાં આવ્યું હતું અને તૃતીય નંબરે ધોરણ – ૮ માં ભણતા નિનામા સંજય કુમાર મોહનભાઈને ₹. ૫૧/- આપવામાં આવ્યું. આમ સ્પર્ધા પેટે ઈનામો આપવામાં આવ્યા હતા. આમ સ્કૂલના બાળકોને ઉત્સાહ પ્રેરિત થાય અને બાળકોનો વધુ વિકાસ થાય તે પ્રેરણા મળી રહે તેવી લક્ષ મહત્વનું છે જે બાળકોએ પણ હર્ષ અને ખુશી અનુભવી મજા માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here