દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં ઇન્દિરા આવાસ યોજનામાં કર્મચારી દ્વારા ૭૫ લાખથી વધુની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ

0
812

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORSફતેપુરા તાલુકા પંચાયત ઇન્દિરા આવાસ યોજનામાં ૧૬૩ ખોટા લાભાર્થીઓના ખાતામાં બીજી ડિજિટલ સહી કરી લાભાર્થીઓના ખાતામાં ઓનલાઈન નાણાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરતાં વિમલબેન ચરપોટ I.R.D. (આઈ.આર.ડી.) શાખાના નાયબ હિસાબનીશ તેમજ તાલુકા પંચાયત વિકાસ અધિકારી રમેશ સના રોહિત ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ દ્વારા આ બંને ઉપર સરકારી કામમાં કોઇપણ જાતનો રેકોર્ડ બતાવ્યા વગર સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી નાણાકીય ગેરરીતિ કરેલ હોય જિલ્લા વિકાસ એજન્સી દાહોદના એ ફરિયાદ આપેલ છે
૧૬૩ ખોટા લાભાર્થીઓમાં બલૈયા ગામના ૯, ભીચોરના ૧૦, ઘાણીખૂટના ૧, મકવાણાના વરુણાના ૫, હિન્દોલીયાના ૧૫, જવેસીના ૪૩, કંથાગરના ૧૨, કુંડલાના ૯, મારાગાળાના ૧૧, મોતીરેલ પૂર્વના ૧૧, નાની ઢઢેલીના ૧૧, નિનકાપૂર્વની પૂર્વના ૧૨, વાંકાનેરના ૧૪ કુલ મળી ૧૬૩ ખોટા લાભાર્થીઓ માર્ચ – એપ્રિલ ૨૦૧૮ ના સમયગાળા દરમિયાન લાભાર્થીઓના કોઈપણ પ્રકારના રેકોર્ડ નિભાવ્યા વગર કુલ ₹.૭૫,૪૯,૫૦૦/- (રૂપિયા પંચોતેર લાખ, ઓગણપચાસ હજાર, પાંચસો) જેટલી રકમની એકબીજાએ મદદગારી કરી નાણા ખાતાઓમાં ટ્રાન્સ્ફર કર્યા હતા. જેની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here