ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી બાબતે બંને પક્ષો વચ્ચે હોબાળો થતાં ચુંટણી મોકૂફ રાખી : ચૂંટણી પ્રક્રિયા આજ રોજ

0
759

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કડક પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા પંચાયતમાં ગત રોજ તા.૨૦/૦૬/૨૦૧૮ બુધવારે રાખવામાં આવી હતી એમાં દાહોદ જિલ્લાના પ્રયોજના વહીવટદાર અધિકારી, તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસપક્ષના ૧૪ સભ્યો અને ભાજપના ૧૩ સભ્યો હાજર રહ્યા હતા તેમાં આ પૈકી કોંગ્રેસ પક્ષ અને ભાજપ પક્ષના સભ્યો વચ્ચે હોબાળો થયો હતો કે કોંગ્રેસ પક્ષ વાળા અમારા ભાજપ પક્ષના એક સભ્ય ઉઠાવી લઈ ગયા છે અને લઈ ચૂંટણીમાં વિક્ષેપ થયો હતો આ બાબતોને લઇ અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા બંધ રાખી એક દિવસની મુદત આપી હતી કે જેને લઇને તા.૨૧/૦૬/૨૦૧૮ ના ૧૧:૦૦ વાગ્યે ફરી ચૂંટણી શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી આ બંને પક્ષ વચ્ચે બોલાબોલી થતાં એકબીજા સામે રોષ પ્રગટ થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here