દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સર્વે પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો, આચાર્યો તેમજ નિવૃત શિક્ષકોનો નૂતન વર્ષાભિનંદન પાઠવવા માટે દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શૈક્ષિક મહાસંઘના રાજ્યના ઉપાધ્યક્ષ સરદારભાઈ મછારે શિક્ષકોને શૈક્ષિક મહાસંઘના ધ્યેય વાક્ય રાષ્ટ્ર કે હિત મે શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક, ઔર શિક્ષક કે હિત મે સમાજ ને ચરિતાર્થ કરવા માટે આહ્વાન કર્યું હતું. તાલુકામાંથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ શિક્ષકોને બ્રહ્માકુમારી ફતેપુરાના નીતા દીદી દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિરેન્દ્રભાઇ તાવિયાડે ઉપસ્થિત શિક્ષકોનું સ્નેહ સાથે સ્વાગત અને અભિવાદન કર્યું. મહાસંઘના તાલુકા સંગઠનમંત્રી લખજીભાઈ ચરપોટે દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સ્નેહમિલન કાર્યક્રમમાં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ફતેપુરાના મહામંત્રી સુરેશભાઈ બારીયાએ આવેલ સૌ શિક્ષકોની આભાર વિધિ કરી. સમગ્ર કાર્યક્રમની શિક્ષકોમાં ખૂબ જ પ્રોત્સાહક અસર જોવા મળી હતી તેમજ નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલા આ પ્રકારના કાર્યક્રમો શિક્ષકોને પ્રોત્સાહિત કરે છે તેવી લાગણી સાથે સૌ શિક્ષકોએ કૃત સંકલ્પ બની શિક્ષણને એક નવી દિશા આપવા માટેનો સંકલ્પ કર્યો હતો
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકાના શિક્ષકોનો દ્વિતીય નૂતન વર્ષ સ્નેહમિલન...