આજ રોજ તા.૨૧/૦૯/૨૦૨૦ ને સોમવાર ના રોજ ૦૯:૩૦ કલાકે ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને જાગૃતિ કન્યા વિદ્યાલય, ફતેપુરા ખાતે મળી હતી. જેમાં જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી નીલકંઠભાઇ ઠક્કર, તથા યજમાન શાળા ના ઇ આચાર્ય જે.આર. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શબ્દોથી તેમજ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સામુહિક પ્રાર્થના બાદ જે.આર.પટેલ તથા નીલકંઠભાઇ તથા અધ્યક્ષ સ્થાનેથી ઇશ્વરભાઈ પરમારે સંગઠન બાબતે ખુબ વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત શિક્ષક મિત્રો ની સામે ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની દરખાસ્ત કરવામાં આવી. જે સભામાં સર્વ સંમતિ થી મંજુર થતા બીન હરીફ નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. અંતમાં આભાર વિઘી હિતેશભાઈ પારગી દ્વારા કરવામાં આવી હતી અને સભાને પૂર્ણ કરવામાં આવી હતી.
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘની સામાન્યસભા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં યોજવામાં આવી