ફતેપુરા તાલુકા વીસીઈ એસોસિએશનની માંગણીઓ સંતોષવામાં ન આવે તો હડતાળ ઉપર ઉતારવા તાલુકા મામલતદાર અને ટી.ડી.ઓ.ને આપ્યું આવેદનપત્ર

0
108

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા વી.સી.ઈ. એસોશીએશનના સાહસિકોની માગણીઓ સંતોષવામાંના આવે તો તેઓ તા.૦૧/૧૦/૨૦૨૦ ને ગુરુવારના રોજ થી કામકાજ બંધ કરવા અંગે મામલતદાર અને ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપ્યું. ફતેપુરા તાલુકા વિસીઈ ગ્રામ પંચાયત સાહસિક એસોશીએશન દ્વારા તેમની માગણીઓ તા. ૩૦/૦૯/૨૦૨૦ ને બુધવાર સુધી સંતોષવામાં ન આવે તો તા. ૦૧/૧૦/૨૦૨૦ ને ગુરુવારથી તમામ વીસીઈ દ્વારા મોંડેમ બંધ કરી કામગીરી બંધ કરી કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે. અને તેઓની માગણીમાં : (૧) વીમા કવચનો લાભ, (૨) કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવું, (૩) અગાઉનું PM કિસાન, કૃષિ સહાય, જન્મ-મરણ, ELO, EPIC ઇલેક્શન, વિલેજ ODF, સોચાલય ટ્રેકીગ, વિગેરે એન્ટ્રીનું ચુકવણું તાત્કાલિક કરવું

વધુમાં વીસીઇ છેલ્લા 14 વર્ષથી વગર પગારે કમિશન ઉપર કામ કરે છે. આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવતું નથી અને કમિશન વધારવાને બદલે ઘટાડો થતો જાય છે. મોંઘવારીના સમયમાં કમિશન પર કામ કરવુ પોસાય તેમ ના હોય, પગાર આપવામાં આવતો ના હોય, વીસીઈ ની હાલત દયાનીય હોય તેવું લાગી રહ્યું છે. આ આવેદન આપવા માટે ફતેપુરા તાલુકા વિસીઈ એસોસિયેશનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ટી.ડી.ઓ. અને મામલતદારને આવેદન આપી તેમની માંગણીઓ સંતોષાય તે માટેની રજુઆત ઉપર સુધી પહોંચાડવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here