ફતેપુરા થી નવાગામ જતા રોડ ઉપર પુલમાં ગાબડું : તંત્ર દ્વારા નક્કર પગલાં ભરાશે ખરા?

0
202

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)

PRAVIN KALAL – FATEPURA

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા થી નવાગામ જતા રોડ ઉપર પુલમાં ગાબડું પડ્યું છે. ફતેપુરા થી નવાગામ જતા રોડમાં નાળા ઉપર ગાબડું પડી ગયેલ છે અને તેમાં કોઈ બાઈક સવાર કે કોઈ વાહન અજણતાં પડી શકે તેમ છે અને તે ગાબડું ધીરે-ધીરે મોટું થતું જાય છે, આ બાબતે કોઈ એક્સિડન્ડ કે જાન-હાની ના સર્જાય તે માટે જાગૃત નાગરિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવેલ છે પરંતુ તે બાબતે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં ભરાશે ખરા? તેવું ફતેપુરાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here