ફતેપુરા નગરના બજારમાં માસ્ક વગર ફરતા લોકોને ફતેપુરા પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કરતા ઉત્તમ કામગીરી કરવામાં આવી

0
39

હાલમાં આપણે માસ્ક વગર ફરતા હોઈએ છીએ અને જ્યારે આપણને પોલીસ માક્સ વગર પકડી પાડે તો તેઓ ₹.૧૦૦૦/- નો દંડ ફટકારે છે ત્યારે આપણે તેઓને મનોમન કોશીએ છીએ, પરંતુ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના બજારોમાં લોકો માસ્ક પહેર્યા વગર નીકળે છે ત્યારે તેમને ફતેપુરા પોલીસ પકડી તો પડે છે પરંતુ તેમને માસ્ક આપી લોકોની નજરમાં હીરો સાબિતી આપી લોકોને હળવા ફૂલ વાતાવરણ બનાવી જવાદે છે.

વધુમાં આજે તા.૧૨/૦૬/૨૦૨૧ ને શનિવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પોલીસ મથકના P.S.I. સી.બી. બરંડા તથા સ્ટાફ દ્વારા ફતેપુરા નગરમાં માસ્ક વગર કરતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા લોકોને માસ્ક પહેરવા માટે સમજણ આપવામાં આવી હતી અને સામાજિક અંતર જાળવી રાખવું, માસ્ક પહેરવું તથા સાબુ થી વારંવાર હાથ ધોવા જેવી અનેક સમજણ આપવામાં આવી હતી આમ સમાજ અને ગ્રામને પોલીસ સ્ટાફ અનેP .   P.S.I. પ્રત્યે લોકોની વહારે આવી લોકોને ઉત્તમ 3 લેયરમાસ્ક આપી ફતેપુરના લોકોની નજર ઉત્તમ કામગીરી કરેલ છે અને લોકોએ તેમના આ કામને બિરદાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here