ફતેપુરા નગરમા ભુગર્ભ ગટર યોજના અંતર્ગત ખોદી નખાયેલ રસ્તા બનવવામા તંત્ર ના અખાડા : પાછલા પ્લોટ ના રહિશો ની ભુખ હડતાલની ચીમકી

0
523
????????????????????????????????????

sabir bhabhor

logo-newstok-272-150x53(1)

Sabir Bhabhor – Fatepura

 

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે ભુગર્ભ ગટર યોજના અંતર્ગત નગરના તમામ રસ્તા ખોદી નાખવામા આવતા નગરજનોએ વિરોધ કરતા જવાબદાર અધીકારીઓ તેમજ કોંન્ટ્રાક્ટર દ્વારા બાહેંધરી આપવામા આવી હતી કે ગટર લાઈનનુ કામ પુરુ થતા નવિન રસ્તો બનાવવામા આવશે, પરંતુ ગટર લાઈનનુ કામ પુરુ  થયાને આશરે બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાપણ પાછ્લા પ્લોટ તેમજ મેઈન બજારનો રસ્તો ન બનતા રહિશો ત્રહિમામ પોકારી ઉઠ્યા છે. પાછ્લા પ્લોટ મા ઠેરઠેર ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે તેમજ ગટરનુ પાણી રસ્તા ઉપર આવી જતા ગંદકીનુ પ્રમાણ પણ વધી ગયેલ જોવા મળે છે જેના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા જોવા મળી રહી છે. હાલ પાછ્લા પ્લોટમા વાહન લઈને કે ચાલતા નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ છે આ અંગે અનેક વાર રજુઆત કરવા છતા પણ પરિણામ શુન્ય જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો બનાવવા માટે રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે અને જો રસ્તો ના બને તો ગાંધી ચીંધ્યાનો માર્ગ અપનાવી ભુખ હડતાળ શરુ કરાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here