ફતેપુરા નાના સરણાયામાં રહસ્યમય રીતે મહિલાનું મોત : પોલીસ ફરિયાદ

0
212

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુુકાના રહે. વડવાસના વસંતભાઈ ગવજીભાઈ ગરવાળની બહેન ઉર્મિલાબેન ચતુરભાઈ ડામોરના નાના સરણાયાના માંડલી ફળીયામાં રહેતા ચતુરભાઈ ડામોર સાથે ૨૫ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તા.૧૫/૦૬/૨૦૧૯ ને શનિવારના રોજ નાના સરણાયાના માજી સરપંચનો ફોન મારા ઉપર આવેલો અને કહ્યું કે તમારી બહેન ઉર્મિલાનું એના ઘરે મરણ ગયેલી છે જેથી જાણ થતાં અમો ગામના માણસો ભેગા મળી નાના સરણાયા ગયેલા તો મારી બહેન મરણ ગયેલ હાલતમાં જણાયેલ. તે બાબતે અમોએ તેના પતિને પૂછતાં તેણે કહેલું કે સવારે છ વાગ્યાના ટાઈમે શોર્ટ લાગતા મરણ ગયેલ છે અને ઉર્મિલાનું શરીર કાળું પડી ગયેલું હતું તથા તેેના પગે અને કમરના તેમજ કાનના ભાગે વાગેલું હોય તેમ જણાયું હતું જેથી અમોએ પોલીસને જાણ કરી અને જાહેર કરેલ હતું આ મારી બહેનનું મોત કોઈક કારણસર થયું છે તેની તપાસ થવા અમોએ પોલીસ ફરિયાદ કરેલ છે. અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી થવા સારુ પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here