દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ દ્વારા હત્યા કે આત્મહત્યાનો કેસ અનુસંધાનમાં ગામમાં પૂછપરછની સઘન કાર્યવાહી કરવામા આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર રેસમબેન રમણભાઈ બરજોડ દ્વારા ફતેપુરા પોલીસમાં ફરિયાદ હકીકતમાં જણાવેલ કે ગઇ કાલ તા.૦૧/૦૨/૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરના હું મારા પિયરમાં મારા પિતા ભેમાંભાઈને ત્યાં ડુંગરા ગયેલ હતી અને સાંજના ૦૫:૦૦ વાગ્યાના સુમારે માર પતિ પણ ડુંગરા આવેલ અને મને વાત કરેલ કે મારા કાકા સસરા જગજી દલા પાસે ઉછીના જે પૈસા લીધેલા તે પૈસા આપવા માટે સગવડ થયેલ નથી તો પાછળથી તેઓને આપી દઈશું અને બીજું કહેલ કે આપણ જે પ્લોટ ડાહ્યાભાઈ અમલીયાર માસ્તરને વેચાણ કરેલ હતો તેના પૈસા માટે ફોન આવેલો હતો. તે પૈસા આપવાની વાત કરેલ છે તો હું પીપલારા જાઉં છું અને પછી ઘરે જતો રહીશ અને તમો સવારે આવી જજો તેમ કહી મારા પતિ જતા રહેલ. ત્યારબાદ અમો સવારના મારા છોકરા સાથે ઘરે ગયેલા અને ઘરે મારા પતિ ઘરમાં હાજર ન હતા જેથી મારા જેઠાણીને પૂછતાં તેઓએ જણાવેલ કે મને ખબર નથી, ત્યારે મારા ભત્રીજા ફતેસિંહએ કહેલ કે કાકો પીપલારા પુલ નીચે પડેલ છે. અને તેની તપાસ કરાવીએ. આવું જાણી હું અને મારી જેઠાણી બંને પીપલારા પુલ નીચે આવ્યા ત્યાં તપાસ કરતા મારા પતિ ઉંધી હાલતમાં પડેલા હતા. અને મેં તેઓને જગાડી જોતા તેઓ બોલતા ન હતા ત્યારે તેઓને સરકારી દવાખાને લઈ જતા ડોક્ટરે તેઓને મરણ જાહેર કરેલા. જેથી આ બાબતની અમોએ ફતેપુરા પોલીસને જાણ કરી વધુ તપાસ કરવા જણાવેલ આ બાબતે ફતેપુરા પોલીસ વધુ તપાસ ચલાવી આ મોત હત્યા છે કે આત્મહત્યા તેની કાર્યવાહી કરી રહેલ છે.
