ફતેપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે ચોરીના આરોપીઓને ઝડપી પાડયા

0
65

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ અને ઉપલા અધિકારીઓના આદેશ અને માર્ગદર્શન મુજબ ફતેપુરાના પટેલ પેટ્રોલ પંપ અને કુમાના મુવાડા પ્રાથમિક શાળામાં થયેલી ચોરીનો ભેદ ગણતરી ના કલાકમાં મુદ્દામાલ સાથે રિકવર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરાના પટેલ પેટ્રોલ પંપ ઉપર બે દિવસ અગાઉ રૂપિયા ૨૫,૬૦૦/- અને મોબાઇલની કિંમત રૂપિયા ૧૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૭,૬૦૦/- ની ચોરીની ફરિયાદ મળી હતી, અને કુમાના મુવાડા પ્રાથમિક શાળાનો દરવાજાનો નકૂચો તોડી ચોરી કરેલ રૂપિયા ૧૧,૬૦૦/- મુદ્દામાલ ચોરાયેલની ફરિયાદ મળેલ. જે ફતેપુરા P.S.I. સી.બી. બરંડા, પીન્ટુભાઇ સુભાષભાઈ, મહેશભાઈ પ્રતાપભાઈ, જીતેન્દ્રભાઇ પુંજાભાઇ, દીપકભાઈ ચંદ્રસિંહના સ્ટાફ સાથે ગુનાવાળી જગ્યાના C.C.T.V. કુટેજ મેળવી અલગ-અલગ ત્રણ ટીમો બનાવી વુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ત્રણ આરોપીઓ ઝડપી પાડયા હતા. જેમાં (૧). ઘનશ્યામ મહેશ કટારા રહે. બટકવાડા, (૨).ધર્મેન્દ્ર કાંતિલાલ ડામોર રહે. મોટી નાદુકણ અને (૩) સહદેવ તેરસિંહ રહે. બટકવાડા અને તેઓની પૂછપરછની કબૂલાતમાં કુમાના મુવાડા પ્રાથમિક શાળામાં થયેલ ચોરીની કબુલાત કરી હતી. જે મુદ્દામાલ 100% ફતેપુરા P.S.I. સી.બી. બરંડાનાઓ દ્વારા રિકવરી કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ બંને ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં ફતેપુરા પોલીસના PSI સી.બી. બરંડા અને તેમના સ્ટાફને સફળતા મળેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here