ફતેપુરા પોલીસ મથકે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન

0
122

 PRAVIN KALAL –– FATEPURA  

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુુરા તાલુકામાં ગુનાખોરી અને ક્રાઇમ ન વધે, સુલેહ શાંતિ જળવાઈ રહે, અવનવી આફતોના આવે અને પોલિસ મિત્રો અને આખા સ્ટાફમા શાંતિ જળવાઈ રહે તે માટે P.S.I. દેસાઈએ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું. તેમા સ્ટાફના માણસો, ગામના આગેવાનો જોડાયા હતા. કથા સાંભળી આરતી કરી મહારાજ દ્વારા કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને સૌને પ્રસાદી આપવામાં આવી નગરમાં શાંતિ જળવાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here