ફતેપુરા પોલીસ સ્ટેશનમાં P.S.I. સી.બી. બરંડા ની અધ્યક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

0
69

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં PSI સી.બી. બરંડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં ફતેપુરા નગરના  અગ્રણીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામ પંચાયત સરપંચ કચરૂભાઇ પ્રજાપતિ, ડેપ્યુટી સરપંચ મનોજભાઇ કલાલ, રજાકભાઇ પટેલ, ગુડાલા સાહેબ, કૈયુમભાઇ ભાભોર, સલીમભાઇ ગુડાલા, ઉમંગભાઇ શાહ, પંકજભાઇ કલાલ, સલીમભાઇ સાઠીયા, સલીમભાઇ પાનવાલા, યોગેશભાઇ પ્રજાપતિ, કિરીટભાઇ પ્રજાપતિ વગેરે લોકોએ હાજરી આપી હતી. શાંતિ સમિતિની બેઠકમાં હવે આવનારા તહેવારો નિમિત્તે ચર્ચાઓ કરવામાં આવી હતી. તે પૈકી બકરી ઈદનો તહેવાર તેમજ આવનાર દરેક ધાર્મિક તહેવારો હોય કે કોઈ પ્રોગ્રામ રાખેલ હોય તેમાં સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નિયમો પાળવાના હોય છે. તેનું પાલન કરવાનું અને દરેક તહેવારો નિમિત્તે સુલેહ શાંતિ જળવાઈ રહે તેના વિષય ઉપર P.S.I. સી.બી.બરંડા દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેને અગ્રણીઓ દ્વારા માનભેર સ્વીકારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here