ફતેપુરા માં કોરોના મહામારીને લઈને દશામાં ની મૂર્તિના વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં

0
424

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં દશામાતાનું વ્રત ધામધૂમથી ઉજવવામાં આવે છે, હાલ દશામાતાનો તહેવાર બિલકુલ નજીકમાં જ છે બે દિવસ બાકી છે ત્યાં ગામડાઓના મૂર્તિ ખરીદનારાઓ પહેલેથી જ મૂર્તિઓ બુકિંગ કરાવી જાય છે પરંતુ આ કોરોનાની મહામારી ને લઇ તેમાં પણ વેચાણ થંભી ગયું છે તેમ જણાય રહ્યું છે હાલ વેપારીઓ દ્વારા બજાર વિસ તારીખ સુધી તો બંધ રાખેલ છે પણ મૂર્તિનું વેચાણ સોસિયલ ડિસ્ટન્સ જાળવી તેની પૂરતી વ્યવસ્થા કરી હતી. દશામાતા ની મૂર્તિનું વેચાણ કરનારા વેપારીઓ હાલના lockdown થી પરિસ્થિતિઓને અનુરૂપ ન હોવા છતાં ગમે તેમ કરી અને મૂર્તિઓની ખરીદી કરી અને મૂર્તિઓ લાવ્યા હતા પરંતુ હાલ બે દિવસ બાકી છે અને બુકિંગ પણ પૂરતા પ્રમાણમાં થયેલ નથી જેથી કરી મૂર્તિના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here