ફતેપુરા મામલતદાર કચેરીમાં આધુનિક સેવાઓ સાથેના બનેલ નવીન પ્રથમ માળનું લોકાર્પણ

0
339

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)

PRAVIN KALAL – FATEPURA

ફતેપુરા મામલતદાર કચેરી નવીન બનેલ નેવું લાખ ના ખર્ચે અત્યન્ત આધુનિક સેવાઓ થી સજ્જ પ્રથમ માળનું લોકાર્પણ માનનીય મંત્રી જશવંતસિંહ ભાભોર આદિજાતિ મંત્રાલય ભારત સરકારની અધ્યક્ષતામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઇ અમલીયાર, ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, પ્રફુલભાઈ ડામોર, પ્રાન્ત અધિકારી ગામીત, મામલતદાર એ.ડી.ફેરા, ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ યોગેશભાઈ, ફતેપુરા સરપંચ કાચરુભાઈ, પ્રજાપતિ માર્કેટ યાર્ડ ચેરમેન બાબુભાઇ પારગી, કાર્યકર્તાઓ, સરપંચો, સભ્યો તેમજ ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
કાર્યક્રમની શરૂઆત સાંસદ જશવંતસિંહ ભાભોરએ રીબીન કાપીને કરવામાં આવી હતી અને સ્કૂલની બલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને દીપપ્રગટાવી કર્યું હતું નવીન બનાવેલ પ્રથમ માળ માં તમામ સુવિધા સહ બનાવવામાં આવેલ છે તે પૈકી કોન્ફ્રન્સ હોલ, સભાખંડ, મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની ચેમ્મબર, મહેસુલ શાખા વિગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું
સ્વાગત પ્રવચન પ્રાન્ત અધિકારી દ્વારા કાર્યક્રમ અનુરૂપ કરવામાં આવ્યું હતું  અને આભાર વિધિ મામલતદાર એ.ડી.ફેરા દ્વારા કરવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here