ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ૭૨ માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

0
222

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફતેપુરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના ૭૨માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરી ધ્વજ વંદન કરવામાં આવ્યું. મામલતદાર બી.એચ.મહાજનના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનોમાં તાલુકાના વતનીઓ, રીટાયર્ડ અધિક કલેકટર રમેશચંદ્ર પ્રેમચંદભાઈ કટારા, રીટાયર્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નારાયણભાઈ હરિભાઇ પટેલ આ બંનેનું સ્વાગત  મામલતદાર અને ફતેપુરા પી.એસ.આઈ. રાઠવાએ બુકે અને સાલ અર્પણ કરી કર્યું હતું તેમજ ગામના અગ્રણીઓ ઇશાકભાઇ પટેલ, શરદભાઈ ઉપાધ્યાય, અશ્વિનભાઈ પારગી, સરપંચ વિગેરે તેમજ વેપારીઓ, સ્કૂલોના શિક્ષકો, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ, પોલીસ સ્ટાફ વિગેરે હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં ધ્વજ વંદન પત્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમો રંગારંગ કાર્યક્રમો બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા. સર્વોએ હરખ અને ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરી હતી. વધુમાં શરદભાઈ ઉપાધ્યાય દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ જાણકારી આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here