ફતેપુરા વણિક સમાજ દ્વારા રામ રવાડીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી

0
316

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં વણિક સમાજ દ્વારા રામ રવાડી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ નિમિત્તે ગામના વડીલો, બહેનો, નાના બાળકો સાથે જોડાયા હતા. શોભાયાત્રા રામજી મંદિર થી નીકળી પુરા ફતેપુરા નગરમાં ફેરવવામાં આવી હતી. બહેનોએ રાસ ગરબાની રમઝટ માણી હતી. આ દિવસે વણિક સમાજ દ્વારા ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ પાળી ઉપવાસ રાખી અને રામજી મંદિર ખાતે ભજન-કીર્તનના કાર્યક્રમો કરી શોભાયાત્રા કાઢવામાં આવે છે. અને સાંજે જમણવાર પણ રાખવામાં આવે છે. સમગ્ર નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here