Sabir Bhabhor Fatepura
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ખાતે આવેલગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ફતેપુરા તાલુકાનુ ગોડાઉનમા હાઈ વોલ્ટેજના કારણે ભિષણ આગ લાગી હતી. બનાવની જાણ થતા ઝાલોદ,સંતરામપુર તેમજ લુણાવાડા થી ફાયરબ્રીગેડ બોલાવી આગ ને કાબુમા લીધી હતી છતાપણ અંદર મુકેલ ખાલી બારદાન તથા ઘઉ તેમજ કોમ્પયુટર સેટ બળી ને ખાક થતા અંદાજે રુ. 450000/- ઉપરાંત નુ નુકશાન થવા પામ્યુ હતુ. હાઈ વોલ્ટેજના કારણે ગામની શાળા તેમજ અન્ય ઘરોમા પણ ઇલેકટ્રીક ઉપકરણો ને નુકશાન થવા પામ્યુ છે. બનાવ ની જાણ થતા ફતેપુરા મામલતદાર,અધીક કલેકટર, પુરવઠા અધીકારી સહિતના અધીકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને બનાવ ની તપાસ હાથ ધરી બચી ગયેલ અન્ય જથ્થા ને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
