ફતેપુરા P.S.I. સી. બી. બરંડા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને પોલીસ સ્ટાફને સાથે રાખી સમગ્ર નગરમાં  ફ્લેગમાર્ચ કર્યું

0
141

દિવાળી નજીક આવતા આ તહેવારને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ફતેપુરા નગરમાં વિવિધ વિસ્તારમાં ફતેપુરાના P.S.I. સી.બી. બરંડા અને સ્ટાફ દ્વારા આજે તા.૧૧/૧૧/૨૦૨૦ ને બુધવારના રોજ ફ્લેગમાર્ચ યોજવામાં આવ્યો હતો. ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસો પણ ઓછો થઈ ગયા છે. હાલ કોરોના પોઝીટીવનો એક પણ કેસ નથી ત્યારે ફતેપુરા P.S.I. સી.બી. બરંડા દ્વારા લોકો જાગૃત રહે, સાવચેત રહે અને પોતે સચેત રહે. આ તહેવારમાં મકાન બંધ કરી બહાર જવાનું થાય તો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશને જાણકારી આપવી જોઈએ અને અમુક ગુન્હાખોરો સક્રિય ના થાય તે હેતુ થી જ ફ્લેગ માર્ચ રાખવામાં અવી હતી. જેમાં ફતેપુરા નગરના વિવિધ વિસ્તારમાં કોરોનાનું ચુસ્તપણે પાલન થાય, લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે, માસ્ક બાંધીને રાખે, વેપારીઓ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેને ધ્યાનમાં રાખી આજ રોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here