ગૌરવશાળી ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત અને દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ગૌરવભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે ફતેપુરા પોલીસ સ્ટેશન PSI જી.બી પરમારના અધ્યક્ષ સ્થાને પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જી.આર.ડી. દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશન થી તિરંગા યાત્રા નીકળવામાં આવી અને ત્યારબાદ કાપડ બજાર, હોળી ચકલા, મર્કાજ મસ્જિદ, ઘુઘસ નાકા, માર્કેટ યાર્ડ, મામલતદાર કચેરી, ઝાલોદ બાય પાસ થઈ પરત પોલીસ સ્ટેશને આ તિરંગા યાત્રા પહોંચી હતી, અને ત્યારબાદ PSI જી.બી. પરમાર તથા પોલીસ સ્ટાફ દ્વારા તિરાંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું
ફતેપુરા PSI જી.બી પરમાર તથા સ્ટાફ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું
RELATED ARTICLES