ફ્રી સંસ્કારોની પ્રદર્શની (Exhibition) / વર્કશોપનો લાભ લેવા દાહોદની જનતાને જાહેર આમંત્રણ

0
195

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર ખાતે તા.૨૭/૦૪/૨૦૧૯ શનિવાર ના રોજ ૧૫૨ મો સંસ્કારોની પ્રદર્શની (Exhibition) / વર્કશોપ થવા જઈ રહ્યો છે. જેમાં સવારના ઉઠવા થી લઈને રાત્રે સુવા જઈએ ત્યાં સુધીના ૧૩૧ થી વધારે સંસ્કાર આપણે આ પ્રદર્શની (Exhibition) માં લાઈવ બતાવવામાં આવશે. લગભગ બધા જ સંસ્કારો આપણને પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવશે, જેના થકી આપણે આ સંસ્કારોને આપણી રોજિંદી જીવનશૈલી બદલ્યા વગર અપનાવી શકીશું.

આ પ્રદર્શની તા.૨૭/૦૪/૨૦૧૯ ને શનિવારના રોજ સાંજના ૦૭:૩૦ કલાક થી રાત્રીના ૦૯:૩૦ કલાક સુધી પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર, દાહોદ ખાતે ચાલુ રહેશે. આ પ્રદર્શની (Exhibition) / વર્કશોપ એકવાર નિહાળવા દાહોદ નગરના તમામ નગરજનો પોતાના પરિવારસહ અવશ્ય પધારશો.

સમગ્ર જૈન સમાજના ચારેય સાંપ્રદાય અને બીજા સમાજના લોકો પણ આ વર્કશોપમાં આવી શકે છે. તથા આ બાબતે આપ આજુબાજુના લોકોને પણ કહી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here