બાવળા ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાયો

0
545

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – BAVLA (VIRAMGAM)

બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરના 46માં વાર્ષિક પાટોત્સવમાં સંસ્થાના આચાર્ય પ.પૂ. પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો.આ પ્રસંગે મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, અને શ્રી મુક્તજીવન સ્વામિબાપાનું ષોડશોપચાર પૂજન અર્ચન કરવામાં આવ્યું, ભવ્ય અન્નકૂટ તેમજ સત્સંગ અને આરતીઓના ભક્તો એ લાભ લીધો હતો.
આ પ્રસંગે પ.પૂ.આચાર્ય સ્વામીશ્રીના 75 માં પ્રાગટ્ય પર્વે ભક્તો એ 75 ફૂટ લાંબો ગુલાબનો હાર પહેરાવી ધન્યતા અનુભવી હતી. અને ખુબજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે આશીર્વચન આપતા પ.પૂ. આચાર્ય સ્વામીશ્રીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ભવિષ્યકાળ ને મહાન બનાવવા માટે વર્તમાનકાળને મહાન બનાવો તેના માટે મનમુખી મટી ગુરુમુખી થવું પડે ભગવાન અને ભગવાનના સત્પુરુષોના વચન પ્રમાણે નિર્વ્યસની થાઈ ભગવદ્ભક્તિ કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here