“બેટી બચાવો, બેટી પઢાવો” ટાસ્ક ફોર્સ કમિટિની જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

0
76

દાહોદ જિલ્લામાં દિકરીઓના જન્મને વધાવવા અને તેમના શિક્ષણને સુનિચ્છિત કરવા માટે બેટી બચાવો, બેટી પઢાવો ટાસ્ક ફોર્સ કમિટિની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ કમિટિની જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જાતિ આધારિત લિંગ પરિક્ષણ અટકાવવા, દિકરીઓ ના અસ્તિવ અને સુરક્ષાને સુનિચ્છિત કરવા, દિકરીઓના શિક્ષણ અને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટર વિજય ખરાડીએ દિકરીઓના જન્મ અને શિક્ષણ માટે જનજાગૃતિ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું અને તે અનુસાર કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પ્રચાર માધ્યમોનો પણ લોકજાગૃતિ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here