બોપલની આબાદનગર આંગણવાડીના બાળકોએ કલાત્મક દિવડાઓ તૈયાર કર્યા

0
210

nilkanth-vasukiya-viramgamlogo-newstok-272-150x53(1)NILKANTH VASUKIYA VIRAMGAM

બોપલના નગરપાલીકાના કાઉન્સિલર દ્વારા બાળકોમાં રહેલ સર્જનાત્મક શક્તિ બહાર લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. નાના બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર લાવવા માટે બોપલ નગરપાલીકાના કાઉન્સિલર દ્વારા આબાદનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીના બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આંગણવાડીના બાળકોએ વિવિધ કલર તથા જરીનો ઉપયોગ કરીને પોતાની આવડત મુજબ કલાત્મક દિવડાઓ તૈયાર કર્યા હતા. બાળકોને કલાત્મક દિવડાઓ તૈયાર કરવા માટે બોપલ નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવા તથા વૃશાલી દાતારે માર્ગદર્શન આપ્યુ હતુ. આંગણવાડીના બાળકોને મીઠાઇ પણ ખવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશનના નીલકંઠ વાસુકીયા, આંગણવાડીના બહેનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.navi-final-diwali

બોપલ નગરપાલીકાના કાઉન્સિલર વૃશાલી દાતાર તથા રેખાબેન સરડવાએ જણાવ્યુ હતુ કે, દરેક નાના બાળકમાં કોઇને કોઇ શક્તિ છુપાયેલી જ હોય છે. બાળકમાં રહેલ શક્તિને પારખીને ફક્ત તેને યોગ્ય દિશા આપવાની જરૂર હોય છે. બોપલના આબાદનગર વિસ્તારની આંગણવાડીના બાળકો દ્વારા ખુબ જ સુંદર કલાત્મક દિવડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. આંગણવાડીમાં તૈયાર કરવામાં આવેલા કલાત્મક દિવડાઓ દિપાવલીના તહેવારમાં બાળકો પોતાના ઘરે પ્રગટાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here