ભગવાન શ્રીકૃષ્ણનાં ગૌપ્રેમને તાદ્રશ્ય કરતી ગાયગોહરીના તહેવારની પણ ગરબાડા, ચાંદાવાડા ,ગાંગરડીમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
78

 

Priyank Chauhan – Senior Reporter Garbada 

ગરબાડા તાલુકાની જનતાએ હર્ષોલ્લાસ સાથે દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. લોકોએ પોતાના ઘરો ઉપર રંગરોગાન કરી રંગબેરંગી રોશની,આંગણામાં રંગોળી કરી તથા દિપ પ્રગટાવી દારૂખાનાના ધૂમધડાકા અને આતશબાજીસાથે લોકોએ દિપાવલીના તહેવારની ઉજવણી કરી હતી.

દિવાળીના તહેવારની ધામધુમથી ઉજવણી કર્યા બાદ આજરોજથી શરૂ થતાં સંવત ૨૦૭૪ ના આગમનને ગરબાડા તાલુકાના લોકોએ ધૂમધડાકા અને આતશબાજી સાથે અપાર આનંદ અને ઉત્સાહભેર નવાવર્ષને આવકારયું હતું અને લોકોએ એકબીજાનેમળી નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તથા મંદિરોમાં અન્નકૂટના ઉત્સવની પણઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન શ્રીકૃષ્ણનાં ગૌપ્રેમને તાદ્રશ્ય કરતી ગાયગોહરીના તહેવારની પણ ગરબાડા,ચાંદાવાડા , ગાંગરડીમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી આવતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજાએ એટલાજ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવી હતી અને  ગાયગોહરી જોવા ગામ પરગામથી મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડ્યું હતું.

ગાયગોહરીની ઉજવણી દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે પોલિસ તંત્ર દ્રારા પણ જરૂરી બંદોબસ્ત રાખવામાં આવ્યોહતો અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

 

            BYTE >> અશોકભાઈ રાઠોડ(પટેલ) ગરબાડા >>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here