મનરેગા યોજનામાં તળાવ ઊંડું કરવાની કામગીરીમાં કરતાં શ્રમિકોને મજૂરીના નાણા ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
240
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ હિરોલા બોરપાણી – 1 ફળિયાનું તળાવ ઊંડું કરવાની કામગીરી થયેલ છે. જેમાં જેને જેને મજૂરી કામ કર્યું હતું અને તળાવ ઊંડું કરવાના કામ રોકાયેલા શ્રમિકોને આજ દિન સુધી તેમની મજૂરીના નાણાં મળ્યા નથી. તે દરેકના નામ સાથેની યાદી આમ આદમી પાર્ટી, હિરોલાના જયેશભાઈ તથા તેમના સાથી કાર્યકરોએ વિગતવાર આજે તા.૨૯/૦૬/૨૦૨૦ ના સોમવારના રોજ સંજેલી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
વધુમાં આવાસ યોજનાનો પણ કેટલાક ગરીબ લોકોને લાભ મળ્યો નથી તેની પણ રજુઆત કરવામાં આવી હતી, તથા જે સર્વે કરવામાં આવેલ છે તે સર્વે ફરીથી કરવામાં આવે તેવી પણ લેખિતમાં માંગ કરવામાં આવી તેમજ જે લાભર્થીઓને આવાસ યોજનાની ફાળવણીમાં નામની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં કોઈ પણ પ્રકારના ચા-પાણીના વહીવટની માંગણી વગર નિષ્પક્ષ રીતે આવાસની ફાળવણી થાય તેવી પણ આવેદન પત્રમાં રજુઆત કરવામાં આવી હતી. જે લોકો આવાસ યોજનાના લાભથી વંચિત છે તેઓને વહેલી તકે આવાસ યોજનાનો લાભ મળે તેવી રજુઆત કરી છે.
અમારી માંગણીઓ જો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે નહિ તો આમ આદમી પાર્ટી તથા સમગ્ર ગ્રામજનો ગાંધી માર્ગે આંદોલન કરીશુ તેમ જયેશભાઇએ જણાવ્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here