મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દર મંગળવારે સ્ત્રી ઓપરેશન કેમ્પ યોજાશે

0
226

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

– એક અથવા બે બાળકના જન્મ પછી સ્ત્રી ઓપરેશન અપનાવવામાં આવે તો જાતીય જીવનને કોઇ નુકશાન થતું નથી

કુટુંબ કલ્યાણનું ઓપરેશનએ પરિવાર નિયોજનનું એક મહત્વનું અંગ છે. બે બાળકોના જન્મ પછી સામાન્ય રીતે સ્ત્રીને ઓપરેશન કરાવવા બાબતે સમજાવવામાં આવે છે અને ઘણા જાગૃત દંપતિઓ દ્વારા એક સંતાન પછી પણ સ્ત્રી ઓપરેશનને અપનાવતા થયા છે. એક અથવા બે બાળકના જન્મ પછી સ્ત્રી ઓપરેશન અપનાવવામાં આવે તો જાતીય જીવનને કોઇ નુકશાન થતું નથી. મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દર મંગળવારે સ્ત્રી ઓપરેશનની સંપુર્ણ સવલતો પુરી પાડવામાં આવે છે અને કુટુંબ કલ્યાણ ઓપરેશનના નિષ્ણાંત તબીબ દ્વારા મફત સ્ત્રી ઓપરેશન કરી આપવામાં આવે છે. ઉપરાંત સરકારશ્રીએ નકકી કરેલ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવે છે. સાથે સાથે માતૃ આરોગ્યની પણ સાર સંભાળ લેવામાં છે.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત દર મંગળવારે સ્ત્રી ઓપરેશનની સંપુર્ણ સવલતો નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. નિષ્ણાંત તબીબ દ્વારા સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરવામાં આવે છે. સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવનાર લાભાર્થીને ૧૪૦૦ રૂપીયા અને પ્રસુતિ બાદ ૭ દિવસમાં સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવનાર લાભાર્થીને ૨૨૦૦ રૂપીયા સરકારશ્રીના નિયમોનુસાર ચુકવવામાં આવે છે. સ્ત્રી નસબંધી ઓપરેશન માટે લાભાર્થીને સમજાવીને સરકારી દવાખાના સુધી લાવનાર મોટીવેટરને ૨૦૦ રૂપીયા પ્રોત્સહક રકમ આપવામાં આવે છે. સ્ત્રી ઓપરેશનની જેમ પુરુષ ઓપરેશન પણ પરિવાર નિયોજનનું એક મહત્વનું અંગ છે. પુરુષ પણ ઓપરેશન ધ્વારા પરિવાર નિયોજન અપનાવી શકે છે. જેમાં પણ તેના સ્વાસ્થ્યને કે જાતીય જીવનને કોઇ નુકશાન થતું નથી. પુરૂષ નસબંધીનું ઓપરેશન કરાવવા ઇચ્છીત લાભાર્થીએ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામનો સંપર્ક કરવો. પુરૂષ નસબંધીનું ઓપરેશન કરાવનાર લાભાર્થીને સરકારશ્રી ધ્વારા નક્કી કરવામાં આવેલ ૨૦૦૦ રૂપીયા આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here